Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
તે સુખ હોય કે દુઃખ, પીડા હોય કે મોજ, યાતના હોય કે પરમાનંદ, મૂળભૂત રીતે તે અંદરથી ઘટિત થાય છે.
ભૌતિક જગતમાં જે કંઈ પણ થાય છે તે મૂળભૂત રીતે એક પ્રકારનું મોજું છે. જો તમે એક સારા નાવિક છો, તો દરેક મોજું એક સંભાવના છે.
તમારા ભવિષ્યની ચિંતા ન કરો. જો તમે તમારું વર્તમાન સારી રીતે કરશો, તો ભવિષ્ય ખીલી ઉઠશે.
મારા માટે, જીવન તમે શું કરો છો તેના વિષે નથી. તે તમે તે કેવી રીતે કરો તેના વિષે છે.
તણાવ કોઈ ચોક્કસ પરિસ્થિતિનું પરિણામ નથી - તે તમારી પોતાની સિસ્ટમને સાંભળવાની અક્ષમતાનું પરિણામ છે.
ઈર્ષ્યા અને અદેખાઈનું મૂળ કારણ અધૂરાપણાની ભાવના છે. જો તમે ખરેખર આનંદિત હોત, તો તમે કોઈથી ઈર્ષ્યા ન અનુભવતા હોત.
જો પરિસ્થિતિઓ નક્કી ન કરે કે તમે કેવા છો, પણ તમે નક્કી કરો કે પરિસ્થિતિ કેવી હોવી જોઈએ - તો તે સફળતા છે.
જો તમે પસંદ કરો તો તમે આ ક્ષણે આનંદિત હોય શકો છો. તમારે બસ આ પસંદગી કરવાની છે.
જો આપણે આપણી અંદર યોગ્ય પ્રકારનું વાતાવરણ બનાવીએ તો આપણા બધા પાસે પરમાનંદ અને આંતરિક સુખાકારીમાં જીવવાની ક્ષમતા છે.
જો તમે સતત એ વિષે જાગરૂક હોવ કે તમે નશ્વર છો તે જ તમે ખરેખર જાગરૂક બની શકો અને જીવનની દરેક ક્ષણનો આનંદ લઈ શકો.
ધરતી માતાના ખોળામાં, આપણે બધા પોષિત થઈ રહ્યા છીએ. તો સ્વાભાવિક રીતે આપણામાં તેના પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ.
તમારું મન એક અગનગોળા જેવું છે. જો તમે તેને સાધી લો તો તે સૂર્ય જેવું બની શકે છે.